top of page
  • White Facebook Icon
  • White Twitter Icon
  • White YouTube Icon
  • White Instagram Icon
sujiko%252520name_edited_edited_edited.p
sujiko%252520name_edited_edited_edited.p

મહત્વની માહિતી

તારીખ 7 ઓક્ટોબર 2021,
વિક્રમ સંવત 2077, આસો સુદ એકમ,

પ્રતિ,


મુંબઈ, થાણે જિલ્લા, નવી મુંબઈ, ગુજરાત, ભારતના અન્ય રાજ્યો તથા દેશ વિદેશમાં અન્ય ઠેકાણે વસવાટ કરતા હિંદુ કોળી જ્ઞાતિના ભાઈઓ બહેનો, બાળકો તેમજ અન્ય શુભચિંતકો,
આપ સૌને વિક્રમ સંવત 2077ના નવરાત્રીનાં પાવન પર્વ (તહેવાર)ની હાર્દિક શુભેચ્છાઓ, માં અંબે તેમજ પોતપોતાના કુળ દેવતા યા કુળદેવીઓના આશીર્વાદથી આપ સૌ કુશળ મંગળ હશો.
હિંદુ કોળી જ્ઞાતિના ભાઈઓ બહેનો, પાસે અમો નીચે સહી કરનારા તમામ સભ્યો એક વિશેષ સહાયની અપીલ તેમજ નમ્ર વિનંતી સાથે આપણા સમાજની મહામૂલી મિલકત સાચવી લેવા માટે આપ સૌ સમક્ષ સંપર્ક કરી રહ્યા છીએ. જે બદ્દલ વ્યક્તિગત રીતે અમે સૌ સમાજના શુભચિંતકો તરીકે આપ સમક્ષ નીચે વિગતવાર અપીલ કરી રહ્યા છીએ.

આપણા જ્ઞાતિનું એક ઘણું જ જૂનું મંડળ નામે ‘સુરત જિલ્લા કોળી બંધુ સમાજ’ નામ હેઠળ નોંધાયેલ છે જેનો હવે પછી અમો સુ.જી.કો. તરીક ઉલ્લેખ કરીશું.
ઉપરોક્ત સુ.જી.કો. મંડળ મુંબઈ મદ્યે લગભગ છેલ્લાં 70 વર્ષ કરતાં વધુ સમયથી કાર્યરત છે અને મુંબઈ CHARITY COMMISSIONER યાને ધર્માદા આયુક્ત કચેરી તેમજ અન્ય સરકારી વિભાગો મધે નિયમિત અહેવાલ રજૂ કરેલ છે.


વર્ષ 1955ની આસપાસ સુ.જી.કો.ને, તે સમયના સમાજના શુભચિંતક શ્રી મકાનવાલા પરિવાર તરફથી, વિદ્યાર્થીગૃહનાં ઉપયોગ અર્થે એક રહેઠાણ ફ્લેટ દાન તરીકે આપવામાં આવ્યો હતો અને હાલ મુંબઈ તથા ગુજરાતમાં વસવાટ કરતા અનેક જ્ઞાતિજનોએ, યુવાનીમાં વિદ્યાર્થી તરીકે આ જગ્યાનો મુંબઈ વસવાટ અર્થે લાભ લીધો હતો. આપ સૌની જાણકારી અર્થે જણાવવાનું કે ઉપરોક્ત જગ્યા આપણી સંસ્થા સુ.જી.કો. ભાડૂત (Tenant) તરીકે વાપરે છે અને આ જગ્યા મુંબઈ મધે સાંતાક્રુઝ પશ્ર્ચિમ જેવા પ્રખ્યાત વિસ્તારમાં અને રેલ્વે સ્ટેશનથી પગપાળા (WALKING DISTANCE) માત્ર 5 મીનીટના અંતરે આવેલ છે.

ભૂતકાળમાં અસ્તિત્વમાં રહેલી કાર્યવાહક સમિતિ દ્રારા યોગ્ય અનુભવ ન હોવાને કારણે તેમજ આપણા હાલના મકાનમાલિક યાને LANDLORDS દ્વારા ઉપરોક્ત જગ્યા પાછી મેળવવા બાબત અલગ અલગ સ્તરે તેઓએ સંપૂર્ણ પ્રયાસ કર્યા હતા.

            
ભૂતકાળમાં આપણા LANDLORDS અક્ષય બિલ્ડર્સ તરફથી ઉપરોક્ત જગ્યા છીનવાય જવાના પૂરેપૂરા પ્રયાસ/પ્રયત્નો થયા હતાં પરંતુ આપણા સમાજના અગ્રણી ઊગૠઈંગઊઊછ શ્રી અંબેલાલભાઈ પટેલ - કોથા જેઓ એ-બીલ એન્જીનીઅર્સની કંપનીથી પ્રખ્યાત છે તેઓ દ્વારા તેમજ આપણા અન્ય મંડળ વિદ્યાર્થી હિતવર્ધક મંડળનાં સંસ્થાપક શ્રી અંબેલાલ મોરારજી પટેલ તેમજ અન્ય એડવોકેટ શ્રી. જયેશભાઈ પટેલ દ્વારા સૂચવેલ અન્ય તેઓના મિત્ર એડવોકેટ શાહ સાહેબથી ઉપરોક્ત જગ્યા ખાલી કરવાના તબક્કામાં આપના મકાનમાલિક (LANDLORDS) પહોંચી શક્યા નહોતા.

અને છેલ્લાં લગભગ 10 વર્ષથી ઉપરોક્ત જગ્યાનો કેસ SMALL CAUSE કોર્ટ ખાતે ચાલી રહેલો છે જે અમારા પૈકી મલાડ પશ્ર્ચિમમાં રહેતા છબીલદાસ અંબારામ પટેલ - એડવોકેટ, મફતમાં આ કામ સંભાળી રહ્યા છે અને આ રીતે જ્ઞાતિના ઉપરોક્ત વ્યક્તિઓ તેમજ તેઓએ સૂચવેલ વ્યક્તિઓની તનતોડ મહેનત થકી આપણો સમાજ સુ.જી.કો.ની આ જગ્યા સુરક્ષિત રહેવા પામી છે. ઉપરોક્ત લખ્યા મુજબ હાલમાં આપણી સંસ્થા સુ.જી.કો. ઉપરોક્ત જગ્યાનાં ભાડૂત છે અને આ જગ્યાનો વિસ્તાર (AREA) લગભગ 950 ચોરસ ફૂટ CARPET છે. અને આપ સૌ વાકેફ હશો કે મુંબઈ શહેરમાં જૂના મકાનો REDEVELOPMENT (પુનર્વિકાસ) યોજના (SCHEME) અસ્તિત્વમાં છે.

તે બાબતે સમાજને REDEVELOPMENT (પુનર્વિકાસ) યોજના (SCHEME)ને કારણે હાલમાં વપરાશ હેઠળની જગ્યા કરતા અંદાજે નિયમો મુજબ અંદાજે 25 થી 30% વધુ જગ્યા મળવાનો મોકો છે. યાને GOLDEN OPPRTUNITY સુવર્ણ સંધી છે, પરંતુ આ તકનો લાભ કાયદાકિય રીતે જગ્યા (FLAT)નાં માલિક યાને અક્ષય બિલ્ડર્સને પ્રાપ્ત થઇ શકે છે જો ઉપરોક્ત અક્ષય બિલ્ડર્સ આપણા સમાજને ઉપરોક્ત જગ્યા માલિકી ધોરણે (OWNERSHIP BASIS) કરી આપે તો જ આપણા સમાજને  મોટી જગ્યા, બિલ્ડર્સ તરફથી અમુક નિધિ યાને CORPUS FUND - Project દરમ્યાન ભાડું વિગેરે સમાજને મળી શકે છે અને આ બાબતે હાલમાં આપણા મકાનમાલીક અક્ષય બિલ્ડર્સ આપણા સમાજના કાર્યકર્તાઓના સંપર્કમાં છે અને આપણી આ જગ્યા માલિકી ધોરણે (OWNERSHIP BASIS) કરી આપવા બાબત એક મોટી રકમની માંગણી કરી રહ્યા છે.

આ રીતે ઉપરોક્ત જગ્યા માલિકી ધોરણે (OWNERSHIP BASIS) કરવા બાબત તેઓ અંદાજે લગભગ રૂ. 80,00,000/= (રૂપિયા એંસી લાખ)ની અપેક્ષા કરી રહ્યા છે, તેમજ ત્યાર બાદ જગ્યા માલિકી ધોરણે (OWNERSHIP BASIS) કરવાના એગ્રીમેન્ટ ઉપર મહારાષ્ટ્ર સરકારને સ્ટેમ્પ ડ્યુટી તેમજ રજીસ્ટ્રેશન ફીઝ તેમજ સોસાયટીમાં સભ્યપદ મેળવવા બાબત ખર્ચ કરવાનો રહેશે.
હાલમાં મંડળ પાસે લગભગ રૂ. 15,00,000/= જેટલી જોગવાઈ છે અને તમામ જ્ઞાતિજનોને ખાસ જણાવવાનું કે માલિકી ધોરણે (OWNERSHIP BASIS) થયા બાદ પ્રસ્તાવિત FLAT વધુ AREA ક્ષેત્રફળ સાથે લગભગ આજના પ્રવર્તમાન મૂલ્યાંકન મુજબ ઉપરોક્ત પ્રસ્તાવિત ફ્લેટની કિંમત રૂ. 6,00,00,000/= ની થવા પામશે (વધુ ક્ષેત્રફળ સાથે તેમજ માલિકી ધોરણે (OWNERSHIP BASIS).


આ બાબતે અમો સૌ આપનો દાન પ્રાપ્તિ બદ્દલ સહકાર ઈચ્છીએ છે અને સમાજને મળેલી સુવર્ણ સંધી (GOLDEN OPPORTUNITY) છોડવી ન જોઈએ એવો અમારો ભાવ છે. અમારા સૌના અભિપ્રાય મુજબ ઉપરોક્ત રકમ લગભગ રૂ. 90,00,000/= (રૂપિયા  નેવું લાખ) જોગવાઈ ન કરી ઉપરોક્ત તક ગુમાવવા બદલ આવનારી પેઢી આપણ ને દોષ દેશે.
આથી સમગ્ર જ્ઞાતિજનોને આ બાબત દાન કરવા નમ્ર વિનંતિ કરીએ છીએ તેમજ આ પત્ર આપના પરિચિત સમાજના અન્ય શુભચિંતકોને મોકલી વધુમાં વધુ દાન મેળવી આપવામાં મદદ કરશો તેવી નમ્ર વિનંતી. સમગ્ર રકમ આપ સૌ શુભચિંતકો દ્વારા બેંકના ચેક યા RTGS માધ્યમથી બેંકમાં જમા કરાવવાની રહેશે.

જે બાબતે સમાજના શુભચિંતકો તેમજ કાર્યકર્તાઓ આપનો સંપર્ક કરશે. આપ સૌ પાસે એક સારા અનુદાનની અપેક્ષાઓ સાથે અમો આપનો સંપર્ક કરીશું. આપના સહકાર બદલ અમો આપના આભારી રહીશું.


સમાજના કાર્યકર્તાઓ ગુજરાત રાજ્યના અન્ય આપણી જ્ઞાતિના મંડળોના સંપર્કમાં છે અને તેઓ સહકાર બદલ હૈયા ધારણ આપેલ છે.


: BANK DETAILS :
Surat Jilla Kolibandhu Samaj, Mumbai
Bank Of Baroda,
Vile Parle (west) Branch, Mumbai-400056.
Savings A/C. No. 04010100011427, 
RTGS/NEFT IFSC CODE : BARBOVILWES
(Fifth character is ZERO)


આપના સહકારની અપેક્ષા સાથે    

  • શ્રી જીતેન્દ્ર હરજીવનભાઈ પટેલ, વિલેપાર્લે, ધમડાછા - 9322816626 

  • શ્રી પ્રકાશભાઈ ભાણાભાઈ પટેલ, વિલેપાર્લે , તવડી - 9820735136

  • શ્રી છબીલદાસ અંબારામ પટેલ - એડ., મલાડ, સોનવાડી - 9820097574 

  • શ્રી ચિમનભાઈ છગનલાલ પટેલ - સાંતાક્રુઝ, તલોધ - 9322426998

  • શ્રી વિજયભાઈ મણીલાલ પટેલ, પરેલ, કછોલી - 9821032951  

  • શ્રી દિલીપભાઈ  ભીખુભાઈ પટેલ, બોરીવલી, કોથા - 9377843720

  • શ્રી ભરતભાઈ દુર્લભભાઈ પટેલ, ખેતવાડી, અમલસાડ - 9323108528

  • શ્રી હિતેશભાઈ અમ્રતલાલ પટેલ, વસઈ - ગણદેવી - 7498896636 

  • શ્રી દિલીપભાઈ મગનભાઈ પટેલ, ચારકોપ, અમલસાડ - 9223379669 

  • શ્રી રણજીતભાઈ મણીલાલ પટેલ, ગોરેગામ - સોનવાડી - 9869180586

                                                                 

 

સુરત જીલ્લા કોળીબંધુ સમાજ, મુંબઈ

વિદ્યાર્થી હિતવર્ધક મંડળ.

surat_jilla_logo.jpg
© Copyright
bottom of page